Dwarka Murder | દ્વારકામાં મુસ્લીમ યુવતી સાથે લગ્ન કરનાર હિન્દુ યુવકની હત્યા, જુઓ અહેવાલ
હરેશ કણઝરીયા
Updated at:
05 Aug 2024 12:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDwarka Murder | દ્વારકા જિલ્લા શેઢાખાઈ ગામે યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. યાજ્ઞિક લક્ષ્મીદાસ દૂધરેજીયાએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ હિન્દુ યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. યુવક - યુવતી લગ્ન કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. તેમજ દોઢ વર્ષે ગામમાં પરત ફર્યા હતા. મૃતકને ઘરે દોઢ માસની બાળકી છે. 24 વર્ષીય યાજ્ઞિક લક્ષ્મીદાસ દૂધરેજીયા નામના યુવક પર 6 લોકોએ ધોકા પાઇપ કુહાડી જેવા હથિયારથી હુમલો કરી યુવકને મોતનો ઘાટ ઉતારી નાંખ્યો હતો. ભાણવડ પોલીસે આ ગુનામાં સાજીદ દેઠા, સલીમ દેઠા, જુમાં દેઠા, આદમ દેઠા, ઓસમાન દેઠા, હોથી દેઠા વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યાને પગલે પરિવારમાં માતમ છવાયો છે.