સુકમા હુમલાથી દુખી CRPF જવાનનો આક્રોશ- 'ખૂનનો બદલો ખૂનથી લેવામાં આવે'

Continues below advertisement

છત્તીસગઢના સુકમામાં થયેલા નક્સલી હુમલામાં સીઆરપીએફના 25 જવાનો શહીદ થયા  હતા. આ હુમલાને લઇને સમગ્ર દેશમાં નક્સલીઓ પ્રત્યે ગુસ્સો છે અને લોકો નક્સલીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. તાજેતરમાં સીઆરપીએફના એક જવાનનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં સીઆરપીએફનો જવાન કહે છે કે હવે બહુ થયું અને ખૂનનો બદલો ખૂનથી લેવો જોઇએ. હું એન્ટી નક્સલ ઓપરેશનમાં લાગેલા તમામ જવાનો અને અધિકારીઓને વિનંતી કરું છું કે હવે બહુ થયું. જે ખુશી માટે અમે લોકો અનેક દિવસો સુધી જંગલમાં રહીએ છીએ. ખાવાનું મળતું નથી, મોબાઇલ નેટવર્ક નથી મળતું. મા-બાપ અને બાળકોની ખુશી માટે અમે કામ  કરીએ છીએ પરંતુ અનેક દિવસો સુધી તેમનો ચહેરો જોવા મળતો નથી. 

જવાન કહે છે કે આ લડાઇ કોઇ સરકાર કે સમાજ કે બંધારણની નથી. જો ત્રણેયની હોત તો ક્યારનીએ ખત્મ થઇ ગઇ હોત. ચાર દિવસ મીડિયામાં ડિબેટ ચાલે છે. બસ હવે બહુ થયું. તમામ અધિકારીઓએ કસમ ખાવી જોઇએ કે જ્યાં સુધી તમામ જવાનનો બદલો નહીં લઇએ ત્યાં સુધી અમે ચેનથી બેસીશું નહીં.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram