ધોની સહિતના ક્રિકેટરો યુવતીને ઓટોગ્રાફ આપ્યા વિના નિકળી ગયા, કોણે ઉભા રહીને આપ્યો ઓટોગ્રાફ ? જુઓ વીડિયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલંડનઃ ટીમ ઇન્ડિયાએ ઇગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ 2-1થી ગુમાવી દીધી છે. શ્રેણી ગુમાવ્યા બાદ ભારતીય ટીમ જ્યારે સ્ટેડિયમમાંથી હોટલ પર જઇ રહી હતી તે સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાસ્તવમાં મેચ બાદ કેટલાંક ફેન્સ ખેલાડીઓના ઓટોગ્રાફ લેવા માટે પડાપડી કરી હતી પરંતુ ધોની, દિનેશ કાર્તિક સહિતના તમામ ખેલાડીઓએ ફેન્સને નજર અંદાજ કરી આગળ નીકળી ગયા હતા પરંતુ વિરાટ કોહલીએ ઉભા રહીને ઓટોગ્રાફ આપ્યા હતા.
વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા હાથમાં પેન-પેપર લઈને ઓટોગ્રાફ માટે ઊભી હતી. પહેલાં મહેન્દ્રસિંહ ધોની પછી દિનેશ કાર્તિક બાદ ઉમેશ યાદવ પણ નીકળી ગયા પરંતુ કોઈએ ઓટોગ્રાફ આપ્યો નહી પરંતુ અંતમાં કોહલીએ મહિલા ફેન્સને નિરાશ ના કરતા ઓટોગ્રાફ આપ્યો હતો. વીડિયો સાથે કોહલીના ફેન્સ કહે છે કે દરેક ખેલાડીએ મહિલા ફેનને નજરઅંદાજ કરી હતી જ્યારે માત્ર વિરાટે તેને ઓટોગ્રાફ આપ્યો હતો. અને કેટલાંક લોકો તેને ‘ઘમંડી’ કહે છે