અમદાવાદઃ યુવકે ગર્ભવતી પત્નીને મેળવવા હાઈકોર્ટમાં કરી અરજી, શું સામે આવી આઘાતજનક વિગત?

Continues below advertisement
અમદાવાદઃ 23 વર્ષીય યુવકે પોતાની ગર્ભવતી પત્નીના મોત પાછળ જવાબદાર લોકો સામે તપાસની માંગણી સાથે હાઇકોર્ટમાં પિટિશન કરી છે. કોર્ટે મામલાને ગંભીરતાથી લેતા પોલીસનો ખુલાસો માંગ્યો છે. પોતાની છ મહિનાની ગર્ભવતી પત્નીની હત્યા થઇ હોવાના આક્ષેપ સાથે તેના પતિએ હાઇકોર્ટમાં અરજી કરી છે. પત્નીનું ઓનર કિલિંગ થયું હોવાનો પતિ દાવો છે. કોર્ટે પણ આ કેસને ગંભીર ગણાવ્યો છે. તેમના લગ્ન ઉર્મિલાબા જોડે 2105માં થયા હતા. જોકે તેમના લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ થયા હતા, જેના કારણે ઉર્મિલાબાના પરિવારે તેમની જોડે સબંધ કાપી નાખ્યા હતા. હરદેવ સિંહની ધ્રાંગધ્રામાં મોબાઈલની દુકાન હતી અને લગ્ન બાદ તેઓ સુખે સુખે પોતાનું દામ્પત્ય જીવન ગાળી રહ્યા હતા. લગ્નના થોડા સમય બાદ ઉર્મિલા ગર્ભવતી થઇ. આ સમાચાર મળ્યા બાદ તેના પિતા અને તેનો ભાઈ તેમની સાથે સમાધાન કરીને ઉર્મિલાને તેડવા આવ્યા. હરદેવસિંહે પણ પણ તેને તેના પિયર જવાની મંજૂરી આપી.

જોકે પત્નીના ગયાના બીજા દિવસથી તેનો સંપર્ક તૂટી ગયો અને કૈંક અજુગતું થયું હોવાની હરદેવસિંહને શંકા ગઈ. તેણે તેના સાસરે પૂછપરછ પણ કરી પણ કોઈ યોગ્ય જવાબ ના મળ્યો. તેણે ત્યાં આસપાડોશમાં પણ પૂછ પરછ કરી અને પોલીસ ફરિયાદ પણ કરી. જોકે કોઈ યોગ્ય તપાસ ના થતા તેણે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી. જેમાં પોલીસે જવાબ રજૂ કર્યો કે ઉર્મિલાનું મોત નીપજ્યું છે અને અંતિમવિધિ પણ થઇ ગઈ છે. એટલે હવે તેને કોર્ટ સમક્ષ હાજર કરી શકાય તેમ નથી. કોર્ટે આ અરજીનો નિકાલ કર્યો, પણ અરજદારને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની છૂટ આપી.

અરજદારનો આક્ષેપ છે કે તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા એટલે તેની પત્નીની હત્યા કરી દેવાઈ છે. અને આ મામલે સ્થાનિક પોલીસ યોગ્ય તપાસ નથી કરી રહી એટલે આ મામલાની તપાસ નિષ્પક્ષ સંસ્થાને સોંપાવી જોઈએ. હાઇકોર્ટે કેસની પ્રાથમિક સુનાવણીમાં પોલીસની ઢીલી કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે અને કેસના તપાસ અધિકારીને આગામી મુદતે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે. અરજદારનો દાવો છે કે તેની પત્ની અને થવાવાળા બાળકના મોત માટે જે પણ જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, ત્યારે મૃત્યુના આટલા સમય બાદ મોતનું સાચું કારણ મળશે કે કેમ અને કોર્ટના હુકમ બાદ પોલીસ શું તપાસ કરશે તે પણ પ્રશ્ન છે....
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram