અમદાવાદઃ હોટલમાં યુવકને નશાની હાલતમાં આવેલા શખ્સોએ માર્યો ઢોર માર, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં લૂખાતત્વોનો આતંક વધતો જતો હોવાનો પુરાવો આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત છે એરપોર્ટ નજીક આવેલા એક હોટલની કે જ્યાં હોટેલમાં રહેલા એક યુવક સાથે કેટલાક યુવકોએ નજીવી બાબતને લઇને મારામારી કરી. સામાન્ય બોલાચાલીમાં યુવકને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હુમલો કરનાર તમામ યુવકો નશાની હાલતમાં હતા. મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે માર મારવામાં આવી રહ્યો છે તેને લઇને ચોક્ક્સ કહી શકાય કે અસમાજીક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. મારામારી કર્યા બાદ મોબાઈલ પણ લૂંટી લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Continues below advertisement