રાજકોટના ઉદ્યોગપતિના પુત્રના શાહી લગ્ન, ઉમેદ ભવન પેલેસમાં રજવાડી લગ્નના ઠાઠના આંખો આંજી દેતા દ્રશ્યો જુઓ
રાજકોટના ઉદ્યોગપતિના પુત્રના શાહી લગ્ન આજે ચર્ચામાં છે. આ લગ્ન જોઘપુરના ઉમેદ ભવન પેલેસમાં યોજાઇ રહ્નાયાં છે.રાજકોટના ઉદ્યોગપતિએ પુત્રના લગ્ન માટે ચાર કિલો સુધીના વજનની કંકોત્રી બનાવી જેની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રોજ યોજાશે. લગ્ન રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઉમેદભવન પેલેસ ખાતે યોજાશે. એક કંકોત્રી પાછળ અંદાજીત સાત હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ રજવાડી લગ્નની ખાસ કંકોત્રી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિશમીશ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે. કંકોત્રીમાં રાખવામાં આવેલા છ કાર્ડમાં ત્રણ દિવસના લગ્નના ફંક્શનની ઝાંખી રાખવામાં આવી છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યા છે. આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ આખા બુક કરવામાં આવ્યા છે.