Video: 8 વર્ષની બાળકીના હસવા પર હૃદય શરીરની બહાર ધબકે છે
Continues below advertisement
અમેરિકાના ફ્લોરિડામાં વસેલી રશિયન મૂળની 8 વર્ષની વિરસાવિયા વૉરિયર આમ તો તેની ઉંમરની અન્ય બાળકીઓ જેવી છે. તેને હરવું-ફરવું, રમવું વગેરે પસંદ છે. તેને ગાવાનો પણ શોખ છે પરંતુ તેની અજીબોગરીબ બીમારી તેને અન્ય બાળકીઓથી અલગ પાડે છે. વિરસાવિયા પેન્ટાલોજી ઑફ કેન્ટ્રેલ નામની જન્મજાત બીમારીથી પીડિત છે. 10 લાખમાંથી 5-6 નવજાત બાળકોમાં જોવા મળતી બીમારીમાં હૃદય શરીરના બહારના ભાગમાં ધબકતું હોય છે. વિરસાવિયાનો એક વીડિયો VirsaviyaWarrior નામથી યૂટ્યૂબ પર અપલોડ કરાયો છે, જેમાં તેનું હૃદય શરીરની બહાર ધબકતું દર્શાવાયું છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે હું એકલી છું કે જેનું હૃદય શરીરના ભાગે ધબકે છે. વિરસાવિયાનું ઓપરેશન કરવાનો ઘણા ડૉક્ટરો ઇનકાર કરી ચૂક્યા છે, કેમ કે સર્જરી ખૂબ જોખમી હોય છે.
Continues below advertisement