સુરતઃ સાયકલ દોડને લીલી ઝંડી આપવા બાબતે BJP મહિલા કોર્પોરેટરો વચ્ચે તૂતૂ મે મે, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકામાં ભાજપના જ બે મહિલા કોર્પોરેટર વચ્ચે શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. મનપા દ્ધારા આયોજીત સાયકલ દોડના કાર્યક્રમમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરો બોલાચાલી કરવા લાગ્યા હતા. સાંસ્કૃતિક ચેયરમેન રૂપા શાહ પર ભાજપના જ વરાછાના કોર્પોરેટર કૈલાશબેનનું અપમાન કર્યા હોવાનો આરોપ લાગ્યો હતો.
સાયકલ દોડને લીલીઝંડી આપવાની બાબતને લઈને બંન્ને મહિલા કોર્પોરેટર વચ્ચે તુતુ મે મે થઈ હતી.રૂપા બેન શાહે વરાછા વિસ્તારમાં કોર્પોરેટર કૈલાશબેનને કાર્યક્રમમાં આકરા શબ્દો કહેતા તેઓ રડવા લાગ્યા હતા. કૈલાશબેને આરોપ લગાવ્યો હતો કે, અમે પણ ભાજપના કોર્પોરેટર છીએ. રૂપા શાહ હંમેશા અપમાન કરે છે. મહિલા કોર્પોરેટર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીની જાણ થતા જ મનપાના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
Continues below advertisement