ઉજ્જૈનઃ મહાકાલ મંદિર બહાર પ્રસાદ વેચવાને લઇને બબાલ, યુવકે મહિલા સાથે કરી મારપીટ
Continues below advertisement
મધ્યપ્રદેશના ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલ મંદિરમાં મુખ્ય દ્ધારની સામે ફૂલ અને પ્રસાદ વેચતા બે જૂથો વચ્ચે ભારે વિવાદ થયો હતો. લગભગ અડધો કલાક સુધી બોલાચાલી બાદ વિવાદ એટલો બધો વધી ગયો હતો કે એક યુવકે મહિલાઓ સાથે મારપીટ કરી હતી. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. આશ્વર્યની વાત એ છે કે મહિલાની મારપીટ કરી રહેલા યુવકને રોકવા માટે કોઇ પણ વ્યક્તિ સામે આવ્યો નહોતો. આ ઘટના જ્યાં બની તેની 50 મીટર દૂર પોલીસ સ્ટેશન છે છતાં પણ લાંબા સમય સુધી લડાઇ ચાલતી રહી હતી.
Continues below advertisement