સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
Continues below advertisement
સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરાવતા સમયે એક બાઈકમાં આગ ભભૂૂકી ઉઠતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બાઈક પર સવાર પિતા-પુત્ર જીવ બચાવવા બાઈક છોડી ભાગી છૂટ્યાં હતાં. જોકે, આગ કાબૂમાં લેવાના પ્રયાસમાં પેટ્રોલ પંપના એક કર્મચારીએ ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિ શમન સિલિન્ડર) શરૂ કરવાની અણઆવડતને પગલે જીવ ખોવાનો વખત આવ્યો હતો.
યુપીનો વતની અને હાલ ચોક વિસ્તારમાં જ રહેતો રાજકુમાર રમાશંકર સીંઘ પણ અન્ય કર્મચારીઓ સાથે પેટ્રોલ પંપમાં આગને પ્રસરતા અટકાવવા બાઈકની આગ બૂઝાવવા માટે ફાયર એક્સટિંગ્વિશ (અગ્નિ શમન સિલિન્ડર-બોટલ) લઈ દોડ્યો હતો. દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થતાં તેનું ગળું જ ચિરી નાંખ્યું હતું. તેને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ ઢળી પડ્યો હતો.
Continues below advertisement