ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં ભીષણ આગ લાગતાં મચી અફરા-તફરી, કારણ અકબંધ, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ ગિફ્ટ સિટી સંકુલમાં કોઈ કારણસર આગ લાગતાં અફરા-તફરી મચી ગઈ છે. હાલ આગે ભીષણ રૂપ ધારણ કર્યું છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, આગ વધુ હોવાથી વધુ ફાયર બ્રિગેડની મદદ માગવામાં આવી છે. જોકે, આગને કારણે કોઇ જાનહાનિના સમાચાર જાણવા મળ્યા નથી. આસપાસની બિલ્ડિંગમાંથી લોકોને બહાર નીકળવા સૂચના આપી દેવામાં આવી છે. 40 મિનિટથી પણ વધુ સમયથી આગ લાગી છે. પવન હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
Continues below advertisement