બોરસદ નગરપાલિકાના કાઉન્સિલર પર ફાયરિંગ, પેટ-ગળામાં વાગી ગોળી, હાલત નાજૂક, જુઓ વીડિયો

Continues below advertisement
આણંદ: બોરસદ નગરપાલિકાના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર આજે ગોળીબાર થયો છે. આણંદ ચોકડી પાસે અજાણ્યા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બે અજાણ્યા શખ્સોએ પ્રજ્ઞેશ પટેલને પેટ અને ગળાના ભાગે મારી હતી. તેમને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં FSL અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

પ્રજ્ઞેશ પટેલ બોરસદ વોર્ડ નંબર 1માં અપક્ષ ચૂંટાયા છે. જેઓ બોરસરની આણંદ ચોકડી પાસે રહેતા હતાં. સવારે 9 વાગે બાઈક લઈને કામથી ઘરેથી નીકળ્યા હતાં. તે સમયે આ ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નજીકની હોસ્પિટલ ખાતે ખડેવામાં આવ્યા હતાં. જોકે ગંભીર હોવાથી વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. પ્રજ્ઞેશ પટેલ છેલ્લા ઘણાં સમયથી રાજકારણમાં જોડાયા હતાં. 2016માં બોરસદમાં ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. અગાઉ ભાજપના કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram