ગોધરામાં ધોધમાર વરસાદ વચ્ચે પૂર નિયમંત્રણ-ફાયર વિભાગના કર્મીઓ મીઠી નીંદર માણતા કેમેરામાં કેદ

Continues below advertisement
ગોધરાઃ ચોમાસાના પ્રારંભિક વરસાદમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જે તંત્રના ભરોસે લોકો સુરક્ષિત નીંદર માણતા હોય છે એજ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. એક તરફ ગોધરા સહિતના વિસ્તારોમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રના એલર્ટ વિભાગના કર્મચારીઓ મીઠી નીંદર માણતા નજરે પડ્યા હતા. પૂર સહિતની આપદાઓમાં મુખ્ય ભૂમિકા અદા કરતા ફાયર વિભાગના છ જેટલા કર્મચારીઓ એક કતારમાં ઊંઘતા ઝડપાયા છે. હદ તો ત્યારે થઈ કે પૂર નિયંત્રણ કક્ષના રોજમદાર કર્મી જાગતા નજરે પડ્યા જ્યારે ડે .એન્જિનિયર બાબૂ ઘસ ઘસાટ ઊંઘતા ઝડપાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram