સુરતમાં NEET પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીનીઓના ડ્રેસની ફૂલ સ્લિવ કાપી લેવાતા રોષ, જુઓ વીડિયો
સુરત: સુરતમાં તબીબી કોર્સમાં એડમિશન માટેની નેશનલ એલિજિબિલિટી એન્ટ્રેન્સ ટેસ્ટ એવી NEETની પરીક્ષામાં પરીક્ષાર્થીઓને આકરી પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. નીટની પરીક્ષાની ગાઈડલાઈનના કારણે પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની ફુલ સ્લિવ કાપી નાખવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. સુરતના નીટ પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓને સાથે કંઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં આવ્યા ન હતા.નીટની પરીક્ષામાં ગેરરિતી ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા ગાઈડલાઈન ઈશ્યુ કરી હતી. જેમાં પરીક્ષાર્થીઓ આખી સ્લિવના શર્ટ, શુઝ પહેરીને પરીક્ષા આપવા માટે આવેલા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવી નહોતી.
પરીક્ષાર્થીઓને પેન્ટ અને હાફ સ્લિવનો શર્ટ તેમજ સ્લિપર અથવા તો સેન્ડલ પહેરવાના હોવાથી શર્ટની સ્લિવ કાપી લેવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થિનીઓ પરીક્ષા દરમિયાન હેઅર પીન, નેકલેશ, રીંગ, બેજ, બ્રોચ, ઈયરિંગ્સ વગેરે વસ્તુ પહેરી શકી નહોતી અને પરીક્ષા સેન્ટર બહાર તમામ વસ્તુઓ કઢાવી લેવામાં આવી હતી