ભુવનેશ્વરઃ ગૌરક્ષાના નામ પર બજરંગદળના ગુંડાઓએ કરી મારપીટ, જુઓ વીડિયો
ભુવનેશ્વરઃ ગૌરક્ષાના નામ પર હિંસાની ઘટનાઓ રોકાવાનું નામ લઇ રહી નથી. ઓડિશાના ભુવનેશ્વરમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ ગાયોની તસ્કરીના આરોપમાં બે લોકો સાથે મારપીટ કરી હતી.
શનિવારે ભુવનેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લગભગ 15થી 20 બજરંગ દળના કાર્યકર્તાઓએ બે લોકોને નિશાન બનાવ્યા હતા. પીડિત નોઇડાના એક ડેરી ફાર્મમાં કામ કરતા હતા અને કોચુવેલી ગોવાહાટી એક્સપ્રેસમાં 20 ગાયોને ગોવાહાટી લઇ જઇ રહ્યા હતા. તમિળનાડુના સેલમમાંથી ખરીદેલી આ જર્સી ગાયોને ગોવાહાટીથી મેઘાલય મોકલવામાં આવી રહી હતી. અહીં મેઘાલય સરકારના પશુપાલન વિભાગને સોંપવામાં આવનારી હતી.
બજરંગ દળના કાર્યકર્તાઓએ હિંસામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આશ્વર્યની વાત એ છે કે બંન્ને કર્મચારીઓ લઘુમતી સમુદાયના છે. બંન્ને પાસે ગાયોના વેચાણના તમામ કાયદેસર દસ્તાવેજો હતા. તેમ છતાં ગૌરક્ષાના બહાને બજરંગ દળના ગુંડાઓએ તેમને માર માર્યો હતો. એક કલાક બાદ રેલ્વે પોલીસે તે બે લોકોને છોડાવ્યા હતા. 25 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી.