ગૌતમ ગંભીરે આ છોકરીના ભણવાનો તમામ ખર્ચ ઉપાડવાની કેમ કરી જાહેરાત ?

Continues below advertisement

નવી દિલ્હી: ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલામાં શહીદ થયેલા ASI અબ્દુલ રશીદની દીકરી જોહરાનો અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડશે. ગંભીરે એક ટ્વીટ કરી જોહરાના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. 

ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યું, 'જોહરા, હું લોરી ગાઇને તમને સુવડાવી શકતો નથી પરંતુ હું તમારા સપનાને સાકાર કરવામાં મદદ કરીશ. તમારા અભ્યાસ માટે હું મદદ કરતો રહીશ.' ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગંભીરે સુકમામાં આ વર્ષે એપ્રિલમાં થયેલા નકસલી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 25 જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram