ગોંડલઃ રજવાડી મેળામાં મોતના કૂવાના સ્ટન્ટ દરમિયાન કારમાંથી પડી ગઈ યુવતી, પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2017 09:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગોંડલઃ રાજકોટ જિલ્લાના ગોંડલ રજવાડી મેળામાં મોતના કૂવામાં યુવતી કારમાંથી પડી જતાં ઓહાપો મચી ગયો હતો. સ્ટન્ટ જોનારા લોકોએ પણ ચીચયારી કરી મૂકી હતી. યુવતી નીચે પડી જતાં તાત્કાલિક સ્ટન્ટ રોકી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવ બનતા લોકોના ટોલેટોળા એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના પછી યુવતીનું મોત થઈ ગયું હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે, મોતની વાતને સંચાલકોએ અફવા ગણાવી હતી.