ગીરઃ ઝાડ પરથી મરઘી નીચે લટકાવી સિંહને લલચાવતો વીડિયો વાયરલ

Continues below advertisement
ગીર સોમનાથઃ ફરેડા ગામના જંગલમાં લાયન શોનો વધું એક વીડિયો વાયરલ થયો છે. માદા સિંહણને ઝાડ પરછી મરઘી લટકાવી લલચાવતો હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. અઢી મિનિટનો વીડિયોથી સરકાર અને ફોરેસ્ટની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે. માદા સિંહણને મરઘાનો શિકાર બતાવી લલચાવાઈ રહી છે અને પછી મરઘાને એક દોરી વડે બાંધી ઝાડ પર લટકાવી દેવાય છે. માદા સિંહણ મરઘાને  ખાવા તડપી રહી છે. જેવી સિંહણ મરઘા નજીક દોટ  લગાવે છે કે તરત જ લાયન શો કરનાર ઇલ્યાસ અદ્રેમાન દોરી ખેંચી મરઘાને ઉપર ખેંચી લે છે. અન્ય  ટુરિસ્ટો અને લોકો  બેઠા બેઠા આ તમાશાનો આનંદ ઉઠાવી રહ્યા છે ત્યાં મોજુદ ટુરિસ્ટો બેઠા બેઠા પોતાના મોબાઈલ ફોનમાં વિડિયો બનાવી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram