મુંબઇઃ પ્લેટફોર્મ પર યુવતીને કિસ કરવા લાગ્યો વ્યક્તિ, કોઇએ યુવતીને ન કરી મદદ, જુઓ CCTV

Continues below advertisement

મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ધોળાદિવસે એક યુવતી સાથે જાહેરમાં છેડતીની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે, રેલવે પ્લેટફોર્મ પર ઉભી રહેલી એક યુવતીને એક વ્યક્તિ જબરદસ્તીપૂર્વક કિસ કરી લે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. 

ઘટના નવી મુંબઇ વિસ્તારની છે. જ્યાં તુર્ભે રેલવે સ્ટેશન પર એક યુવતી લોકલ ટ્રેનની રાહ જોઇ રહી હતી. દરમિયાન અચાનક એક વ્યક્તિ તેની પાસે આવે છે અને યુવતીને જબરદસ્તીપૂર્વક કિસ કરવાનો પ્રયાસ કરે છે. યુવતી તેને ધક્કો મારીને બચી જાય છે. ત્યારબાદ તે વ્યક્તિ આરામથી ત્યાંથી નીકળી જાય છે. ત્યાં હાજર કોઇ પણ વ્યક્તિએ તેને પકડવાનો પ્રયાસ કર્યો નહોતો. ન્યૂઝ એજન્સી એએનઆઇના પ્રમાણે, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 43 વર્ષીય નરેશ જોષી તરીકે થઇ છે. જોષીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram