ગોધરાઃ સિવિલમાં ફરજ બજાવતા ડોક્ટરે લોકોને ધોકાથી ફટકાર્યા, જુઓ LIVE VIDEO

Continues below advertisement
ગોધરાઃ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે માનસિક સમતુલન ઘુમાવતા રાહદારીઓ ને ધોકા  વડે ફટકાર્યા હતા, જેમાં 8 થી 10  જેટલા લોકો ઘાયલ થયા. ગોધરાની સિવિલ હોસ્પિટલમાં બાળ નિષ્ણાંત તરીકેની ફરજ બજાવતા ડોક્ટર અક્ષય ઉપાધ્યાય વહેલી સવારે એકાએક માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા, જેને લઇ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતા રાહદારી અને બાઈક ચાલકો પર ધોકા  વડે હુમલો કર્યો હતો. હુમલામાં 8 થી 10 જેટલા લોકો ઘાયલ  થયા હતા. તબીબના હુદડમને પગલે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી, તો બીજી તરફ નાની મોટી ઇજા પામેલ રાહદારીઓએ પોતાનો ઈલાજ ખાનગી હોસ્પિટલમાં જઈ કરાવ્યો હતો . બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસવાન ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જેહમત બાદ તબીબ પર અંકુશ મેળવી પોલીસ મથકે લઇ જવામાં આવ્યી હતો. જ્યાં પોલીસ મથકમાં પણ બેકાબૂ બનતા તબીબને દોરડા વડે બાંધવાનો વારો આવ્યા હતો. તબીબની માનસિક હાલત વધુ બગડતા જરૂરી સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ  ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગોલ્ડ મેડાલીસ્ટ બાળ રોગના નિષ્ણાંત એવા ડોક્ટર અક્ષય ઉપાધ્યાય છેલ્લાં ઘણાં સમયથી માનસિક રોગથી પીડાય છે અને તેઓની સારવાર પણ ચાલતી હોવાનું સિવિલ સર્જને જણાવ્યું હતું. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram