નોટબંધીના વિરોધમાં હિમ્મતનગર-નડિયાદમાં ટ્રેન રોકી કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, જુઓ વીડિયો
Continues below advertisement
ખેડાઃ આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલી નોટબંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે નડિયાદમાં પણ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ નડિયાદમાં ઇન્ટરસિટી રોકીને ભારે વિરોધ કર્યો હતો. આજે સાબરકાંઠા કોગ્રેસ દ્વારા અમદાવાદ-ઉદયપુર ટ્રેન રોકવામાં આવી હતી. હિમતનગરના મધ્યમાં આવેલ ફાટક પાસે કાર્યકરો દ્વારા ટ્રેન રોકવાના પ્રયાસમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે દોધામ મચી હતી. જોકે ટ્રેન પર 5 કાર્યકરો ચડી હતા. તેમણે ટ્રેન 5 મિનીટ સુધી રોકી રાખી હતી. કોગ્રેસ જીલ્લા પ્રમુખ, પ્રાતિંજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારેય સહિત ૫૦થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
Continues below advertisement