પોતાનો પુત્ર દારૂના નશામાં હોવાથી ફ્લાઇટમાંથી ઉતારાયો તે સમાચાર અંગે નીતિન પટેલે શું કહ્યું?

Continues below advertisement
ગાંધીનગર: ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્ર જૈમીન પટેલ ગઈ કાલે સોમવારે ગ્રીસ જવા માટે પરોઢીયે 4 વાગ્યે કતાર ઍરવેઝની ફ્લાઇટમાં બોર્ડિંગ કરતા હતા. દરમિયાન ક્રૂ મેમ્બર્સને જૈમીન નશામાં હોવાની જાણ થતા તેમને ફ્લાઇટમાંથી ઉતારી મૂક્યા હતા. ઍરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે જૈમીન ઍરપોર્ટ આવ્યા ત્યારે ચાલી શકે તેમ નહોતા માટે ઈમિગ્રેશનની વિધિ પણ વ્હીલચેરમાં જ પૂરી કરી હતી.

આ અંગે નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, આવી કોઈ ઘટના બની નથી. મારી રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો આ પ્રયાસ છે. મારો પુત્ર પરિવાર સાથે વિદેશ જઈ રહ્યો હતો પણ ઍરપોર્ટ પર તેની તબિયત બગડી જતાં તેઓ પાછા ફર્યા. આ વાતને ખોટી રીતે ચગાવીને મારી છબીને નુકસાન કરાઈ રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram