ગુજરાત ભાજપના ધારાસભ્યને ખૂન કેસમાં આજીવન કેદ, જાણો કોણ છે MLA અને શું હતો કેસ?
Continues below advertisement
અમદાવાદઃ નીલેશ રૈયાણી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ અને મહેન્દ્રસિંહ રાણાને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2010માં નીલેશ રૈયાણીની હત્યા કરવામાં આવી હતી. રાજકોટ સેશન કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. જોકે, સમીર પઠાણને સજા કરવામાં આવી હતી. હાઈકોર્ટે સમીર પઠાણને નિર્દોષ જાહેર કર્યો છે. તેમજ અન્ય ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જયરાજસિંહ ગોંડલના ધારાસભ્ય છે.
Continues below advertisement