USમાં ગુજરાતીની ગોળી મારી હત્યા, ઘર પાસેથી મળી લાશ

Continues below advertisement

ન્યૂયોર્કઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી હત્યા કર્યાની ઘટના  સામે આવી છે. અમેરિકાના સાઉથ કેરોલિનામાં મૂળ ગુજરાતી અમેરિકન 43 વર્ષીય હાર્નિશ પટેલની તેમની ઘર બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હાર્નિશની હત્યા પગલે લેન્કાસ્ટેર કાઉન્ટીમાં રહેતા ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. 

એક રિપોર્ટ પ્રમાણે, હાર્નિશ પોતાના સ્ટોર પરથી મોડી રાત્રે 11 વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે. તેમની લાશ તેમના ઘરની પાસેથી મળી આવી હતી. 

પોલીસનું કહેવું છેકે તેઓ રાત્રે 11.24 વાગ્યે પોતાનો સ્ટોર બંધ કરીને ટોયોટા કારમાં ઘર તરફ આવી રહ્યાં હતા. પોલીસ હાલમાં કેસની તપાસ કરી રહી છે. પટેલ સ્પીડી માર્ટના ઓનર હતા અને તેમનો મૃતદેહ ક્રઇગ મનોર રોડ પાસેથી મળી આવ્યો હતો.  

પોલીસનું માનવું છે કે હાર્નિશ સ્ટોરથી ઘરે આવી રહ્યાં હતા ત્યારે હત્યારાઓએ તેમને રોક્યા હશે, કારમાંથી બહાર આવવા કહી તેમને ગોળી હશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram