ગુર્જરો સહિત પાંચ જ્ઞાતિઓને ફરી OBCમાં સામેલ કરાઇ, વિરોધમાં ઉતર્યા ગુર્જરો

Continues below advertisement

જયપુરઃ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ગુર્જર અનામત આંદોલન મામલે રાજસ્થાન સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. જે પ્રમાણે ગુર્જરો સહિત પાંચ જ્ઞાતિઓને એકવાર ફરી ઓબીસીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજે એક નોટિફિકેશન જાહેર કરી  ગુર્જર, રૈબારી, બંજારા, ગડરિયા અને ગાડિયા લોહારને સ્પેશ્યલ બેકવર્ડ ક્લાસમાંથી ઓબીસી વર્ગમાં સામેલ કરી હતી. આ જ્ઞાતિઓ 9 ડિસેમ્બર 2016થી ઓબીસી માનવામાં આવશે. 

બીજી તરફ સરકારના આ નિર્ણયનો ગુર્જરોએ વિરોધ કર્યો હતો. રાજ્ય  સરકાર પર નિશાન સાધતા ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના પ્રવક્તા હિમ્મતસિંહ ગુર્જરે કહ્યું હતું કે, છેલ્લા 13 વર્ષના સંઘર્ષ છતાં હજુ સુધી કોઇ યોગ્ય પરિણામ આવ્યું નથી. એકવાર ફરી ગુર્જરોને ઓબીસીમાં સામેલ કરવામા આવ્યા છે. અમારી સાથે દગો થયો છે. એવામાં અમે 23-24 મેના રોજ કારવાડી, પીલુકાપુરા, સિકંદરામાં શ્રદ્ધાંજલિ સભાઓ યોજી વસુધરા સરકારના આ નિર્ણયની સમાજને જાણકારી આપવામાં આવશે

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram