ખોડલધામ આવેલા હાર્દિક પટેલે વિઠ્ઠલ રાદડિયાને શું આપ્યો વળતો જવાબ? જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ: આજે વહેલી સવારે હાર્દિક પટેલ ખોડલધામ પહોંચ્યો હતો અને માતાજીના દર્શન કર્યા હતા. નોંધનીય છે કે, ખોડલધામ ખાતે હાલ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. ખોડલધામ આવેલા હાર્દિકે જણાવ્યું હતું કે, માના આશીર્વાદ લીધા છે. મંદિર અભૂતપૂર્વ છે. મનને શાંતિ મળે તે માટે વહેલી સવારે મા ખોડલના દર્શન કરવા આવ્યો છું. ખોડલધામમાં મા ખોડલના દર્શન કર્યા બાદ હાર્દિક રાજકોટ આવી પહોંચ્યો હતો. હાર્દિકે સર્કિટ હાઉસ ખાતે ટૂંકુ રોકાણ કર્યા બાદ સુરેન્દ્રનગરના લખતરમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયો હતો.
Continues below advertisement