પાટીદારોના અનામત મુદ્દે હાર્દિકે રાહુલ ગાંધીને શું આપી ધમકી, જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ કોગ્રેસમાં જોડાઇ શકે છે તેવી અટકળો વચ્ચે હાર્દિક પટેલે કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાટીદારોને અનામત આપવાને લઇને કોગ્રેસ પાર્ટીનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.
હાર્દિકે ટ્વિટ કરી રાહુલને ચીમકી આપી હતી કે કોગ્રેસ આગામી 3 નવેમ્બર સુધીમાં પાટીદારોને અનામત કેવી રીતે આપશે તે લઇને વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. હાર્દિકે રાહુલ ગાંધીને ધમકી આપી હતી કે જો કોગ્રેસ અનામતને લઇને સ્ટેન્ડ ક્લિયર નહી કરે તો રાહુલ ગાંધીના હાલ પણ અમિત શાહ જેવા જ થશે.