રાજકોટમાં 16 ઇંચ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણીઃ વાહનો પાણીમાં ગરકાવ, લોકોને કેવી પડી હાલાકી? જુઓ
Continues below advertisement
રાજકોટ: શહેરમાં ગઈ કાલથી ભારે વરસાદ શરૂ થયો છે. રાજકોટમાં 16 ઇંચ વરસાદ થતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એટલું જ નહીં, વરસાદી પાણી ભરાતા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદમાં બહાર નીકળેલા લોકોને બાઇક બંધ થઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મોરબી જિલ્લાના ટંકારામાં માત્ર 3 કલાકમાં જ 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં ભારે વરસાદને પગલે શાળા અને કોલેજો બંધ રાખવા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ આદેશ આપ્યો છે. રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 13, વેસ્ટમાં 12 અને ઈસ્ટ ઝોનમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હોવાના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અહેવાલ છે. જ્યારે આજી ડેમની જળસપાટી 15 ફૂટ અને ન્યારીમાં 18 ઈંચનો વધારો થયો છે.