વલસાડમાં અનરાધાર વરસાદને પગલે રેલવે સ્ટેશનમાં ભરાયા પાણી, ટ્રેન વ્યવહાર ખોરવાયો, જુઓ Video

Continues below advertisement
દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ ટ્રેન વ્યવહારને અસર થઈ છે. વલસાડ અને નવસારીમાં વરસાદ બાદ ટ્રેન વ્યવહારને અસર થઈ છે. વલસાડથી સુરત જતી પાંચ ટ્રેનો રદ કરાઈ છે. ઉપરાંત વલસડાથી સુરત જતી ફ્લાઈંગ અને ઈન્ટરસિટી ટ્રેન રદ કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે વલસાડથી સુરત જતી 3 લોકલ ટ્રેન અને બે એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ છે. જેમાં સુરત-વિરલ શટર, સુરત-મુંબઈ સેંટ્રલ, વાપી-બોંબે સેંટ્રલ અને બાંદ્રા-સુરત ટ્રેન રદ કરાઈ છે. વલસાડ જિલ્લામાં વરસાદી પાણી ટ્રેક પર ફરી વળતાં આ ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જેમાં વલસાડથી ઉપડતી ટ્રેનોમાં વલાસડથી અમદાવાદ જતી ક્વિન જે ચાર વાગ્યે ઉપડે છે તે હજુ ઉપડી શકી નથી. જ્યારે વલસાડથી મુંબઈ તરફ જતી એક્સ્પ્રેસ ટ્રેન રદ છે. ઉપરાંત વલસાડથી સુરત જતી ઈન્ટરસિટી એક્સપ્રેસ પણ રદ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram