VIDEO: AK-47ને સ્ટંમ્પ બનાવી જંગલમાં ક્રિકેટ રમતા આતંકીઓનો વીડિયો વાયરલ
Continues below advertisement
નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરમાં અમરનાથમાં આતંકી હુમલા બાદ તણાવ વચ્ચે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 5 સંદિગ્ધ કાશ્મીરી આતંકી એક બગીચા જેવી દેખાતી જગ્યા પર ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. તે લોકોએAK-47 રાઈફલને બોલિંગ સ્ટમ્પ બનાવી છે અને તમામ એકદમ રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યા છે.એટલું જ નહી પરંતુ વીડિયોના બેકગ્રાઉંડમાં એક ઉર્દૂ ગીત પણ સંભળાઈ રહ્યું છે.
અનુમાન છે કે આ વીડિયો દક્ષિણ કશ્મીરમાં ઉતારવામાં આવ્યો છે, જેને એક પ્રોપેગેંડા તરીકે પ્રચારિત કરવામાં આવી રહ્યો છે. જેમાં એ દેખાડવાની કોશિશ કરવામાં આવી રહી છે કે હુમલા બાદ પણ આતંકીઓ મસ્ત છે. ગુરૂવારે સામે આવેલો આ વીડિયો અમરનાથ યાત્રીકો પર થયેલા હુમલાના બે દિવસ બાદ પ્રચારિત કરવામાં આવ્યો છે. આ હુમલામાં 7 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા.
Continues below advertisement