છત્તીસગઢઃ નવજાત મૃત બાળકને થેલીમાં નાંખી પિતા ફરતો રહ્યો, કોઈએ ન કરી મદદ, જુઓ વીડિયો

Continues below advertisement
છત્તીસગઢના બસ્તરથી માનવતાને શર્મસાર કરનાર એક ઘટના સામે આવી છે. એક પિતા પોતાના નવજાત બાળકના શબને પોતાના હાથમાં લઇને ફરતો રહ્યો, પરંતુ તેનો કોઇ મદદ મળી નહી. શાકભાજી રાખવાના આ થેલામાં એક બાળકનો મૃતદેહ છે. આ શખ્સ જે થેલો લઈને ઉભો છે, તે આ નવજાત બાળકના પિતા છે. રમેશ નામનો આ શખ્સ આ જ થેલામાં 12 કલાક સુધી પોતાના બાળકના મૃતદેહને લઈને ફરતો રહ્યો. આ શખ્સ બીજાપુરના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં લંકાપલ્લીનો રહેવાસી છે અને બુધવારની સવારે પોતાની ગર્ભવતી પત્નીને લઇને જગદલપુરના મહારાની હોસ્પિટલ આવ્યો હતો. જ્યાં તેની પત્નીએ હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો, પરંતુ થોડા જ મિનિટો બાદ બાળકનું મોત નિપજ્યુ. બાળકના અંતિમ સંસ્કાર ગામમાં કરવાના હતા, પરંતુ રમેશ પાસે નાણાં ન હોવાના કારણે હોસ્પિટલ તંત્રએ તેને કોઇ મદદ ન કરી અને પોતાના બાળકનો મૃતદેહ થેલામાં રાખીને આમ તેમ ભટકતો રહ્યો. ઓડિસ્સા બાદ છત્તીસગઢમાં માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram