કઈ સેલિબ્રિટીએ રાહલુને પૂછ્યું, મેરેજ ક્યારે કરશો ? રાહુલે હસીને શું આપ્યો જવાબ ?જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ઘણી વખત કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવાને લઈને ચર્ચાઓ રહે છે તો ક્યારેક પ્રધાનમંત્રી બનવાને લઈને. પરંતુ ગુરુવારે રાહુલ સામે વધુ એક સવાલ આવી ગયો, આ વખતે રાહુલને પ્રધાનમંત્રી બનવા અને લગ્ન કરવાને લઈને એક સાથે સવાલ કરવામાં આવ્યો.
ગુરુવારે દિલ્લીમાં એક સમારોહમાં ભારતીય બોક્સર વિજેન્દર સિંહે રાહુલ ગાંધીને સવાલ કર્યો તે તમે લગ્ન કરીને પીએમ બનશો કે તેના પહેલા લગ્ન કરશો? આ સવાલથી રાહુલ ગાંધી ચોંકી ગયા અને કિસ્મતનો હવાલો આપી જવાબ ટાળી દીધો. રાહુલે પોતાના જવાબમાં કહ્યું, ‘હું કિસ્મત પર ભરોશો રાખું છું, જ્યારે થવાના હશે ત્યારે થશે.’