Hu to Bolish | હું તો બોલીશ | ગ્રાન્ટ સરકારની કે પક્ષની?

Continues below advertisement

વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ....કે જેઓ સબકા સાથ સબકા વિકાસમાં નહીં પરંતુ જેનો સાથ તેનો જ વિકાસમાં માની રહ્યા છે....આવું એટલા માટે કહું છું કારણ કે, 16 જૂને એટલે કે ગઈકાલે રાવપુરા વિધાનસભાના કાર્યકરોએ સાંસદ હેમાંગ જોશીનો સન્માન સમારંભ યોજ્યો હતો....આ સમારોહમાં જાહેર મંચ પરથી શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપી કે, જેણે મત નથી આપ્યા ત્યાં ગ્રાન્ટ ન વપરાય....આવો વિસ્તારથી સાંભળી લઈએ ભાજપ શહેર પ્રમુખનો નવો વિકાસ મંત્ર.....

આ નિવેદનને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે ગોહિલે લોકશાહી માટે કલંકિત ગણાવ્યું અને કેવા પ્રહારો કર્યા તે પણ સાંભળી લઈએ.... 

આ પહેલા ભાજપના નેતા નથી જેમણે આવું નિવેદન આપ્યું હોય...લોકસભા ચૂંટણીના પરિણામ બાદ 6 જૂને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ સૌથી વધુ 34,706 લીડ રાધનપુરથી ભાજપને મળી હતી... તો હવે નર્મદા કેનાલ... રસ્તા... પાણી... આરોગ્ય... શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ...

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram