Hu to Bolish | હું તો બોલીશ | હવે તો લાજો

Continues below advertisement

સ્વામીનારાયણ સંપ્રદાય ફરી આવ્યો છે વિવાદમાં....8 જૂનથી 15 જૂન સુધીમાં 5 એવી ઘટનાઓનો પર્દાફાશ થયો છે જેને લઈને સ્વામીઓની પાપલીલાનો ભાંડો ફૂટ્યો છે...

8 જૂન વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના જગતપાવન સ્વામી... જેમની સામે એક યુવતીએ દુષ્કર્મ આચર્યાની વડોદરાના વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી....ફરિયાદી યુવતીના મતે, વર્ષ 2016માં જ્યારે તે 14 વર્ષની હતી... એ સમયે તે વાડી સ્વામીનારાયણ મંદિરે રહેવા ગઈ હતી...એ સમયે જગતપાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી અને દુષ્કર્મ આચર્યું... બાદમાં સ્વામીએ ધમકી આપી હતી કે, કોઈને કહીશ તો પરિવારને ખતમ કરી નાખીશ.....યુવતીના મતે..હવે 22 વર્ષની થતાં હિંમત આવી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે...ફરિયાદી યુવતીની માગ છે કે, જગતપાવન સ્વામી પાસે તેના અશ્લિલ ફોટા અને વીડિયો છે... જે દૂર કરવામાં આવે... સાથે જ કડક સજા કરવામાં આવે...આ મુદ્દે વાડી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે....ફરિયાદ નોંધાતા જ આરોપી જગતપાવનદાસ વડતાલથી ફરાર થઈ ગયા છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram