Hu to Bolish | હું તો બોલીશ | કોલેજની 'પ્રવેશ પ્રક્રિયા' થશે પાસ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યભરમાં ABVPના કાર્યકરોએ મચાવ્યો હલ્લાબોલ....વિવિધ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનું ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ટેક્નિકલ ખામીના કારણે બંધ છે....જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે...સુરેન્દ્રનગરમાં ABVPના કાર્યકરોએ રામધૂન બોલાવી સૂત્રોચાર કર્યા...જોકે, પોલીસે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી.....વડોદરામાં ABVPના કાર્યકરો ફતેહગંજ સર્કલથી રેલી યોજી યુનિવર્સિટી હેડ ઓફિસ પહોંચ્યા...યુનિવર્સિટીને તાળાબંધી કરાય તે પહેલા પોલીસે કાર્યકરોની અટકાયત કરી....સુરતમાં પણ ABVPના કાર્યકરોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વારને તાળાબંધી કરી....સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં તાળાબંધી કરી ABVPના કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો...આણંદના વિદ્યાનગરની એસપી યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ સુત્રોચાર કર્યા...જેતપુરમાં ABVPના કાર્યકરોએ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું....જામનગરમાં પણ વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો રસ્તા પર ઉતર્યા..મહારાણા પ્રતાપજીની પ્રતિમા પાસે એબીવીપીના કાર્યકરોએ વિરોધ કર્યો....ABVPના કાર્યકરો જે મુદ્દે વિરોધ કરી રહ્યા છે...તેમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને એડમિશન....LLBમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ ન થવી....સ્નાતકના છેલ્લા સેમેસ્ટરના તેમજ પૂરક પરીક્ષાનાં પરિણામો બાકી છે ત્યારે PGના વિદ્યાર્થીઓ માટે પ્રવેશપ્રક્રિયા આ તમામ બાબતો સામેલ છે....