Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદ
હરેશ કણઝરીયા
Updated at:
30 Jun 2024 11:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદનું અનુમાન. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી... હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળે અતિભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.