Hu to Bolish | હું તો બોલીશ | કોંગ્રેસ જીવતી થઈ?

Continues below advertisement

અગ્નિકાંડને લઈને રાજકોટ શહેરમાં કૉંગ્રેસે મચાવ્યો હલ્લાબોલ...બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી કૉંગ્રેસે રેલી યોજી...બાદમાં સેંકડોની સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરોએ પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો..આ સમયે પોલીસ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ...કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, અમિત ચાવડા સહિત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા અને હાથમાં બેનર સાથે સુત્રોચાર કર્યા...જિલ્લા પંચાયત ચોકમાં NSUIના કાર્યકરોએ ચક્કાજામ કર્યો...કેટલાક કાર્યકરો તો એસટી બસને ઘેરી વળ્યા અને બસ પર ચઢી નારેબાજી કરી...જેને લઈને રસ્તા પર ચક્કજામ થયો..જોકે, પોલીસે ટીંગાટોળી કરી NSUI કાર્યકરોની અટકાયત કરી..બાદમાં કૉંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા..કૉંગ્રેસે માગ કરી કે, અગ્નિકાંડની તટસ્થ તપાસ થવી જોઈએ..સરકારે જે સીટની રચના કરી છે, તેમાં તટસ્થ અધિકારીની નિમણૂક કરવામાં આવે...પ્રદર્શન દરમિયાન મૃતકના પરિવારજનોથી લઈને ઈજાગ્રસ્તો પણ સામેલ થયા...પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, ભાજપના નેતાઓ આજ દિવસ સુધી અમને મળવા નથી આવ્યા...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram