Hu to Bolish | હું તો બોલીશ | પેટા કોન્ટ્રાક્ટનું કાળચક્ર
ખેડા જિલ્લાના કપડવંજમાં કોન્ટ્રાક્ટરે કરી લીધી આત્મહત્યા....નાની ઝેર ગામના એક ઝાડ પર 62 વર્ષીય કનુભાઈ પટેલનો મૃતદેહ મળી આવ્યો...કનુભાઈ પટેલ મહીસાગર જિલ્લાના રહેવાસી હતા અને રસ્તા બનાવવાના કોન્ટ્રાક્ટનું કામ કરતા...કામના બિલો અટકી જતા તેઓ અર્થિક રીતે ભીંસમાં આવી ગયા હતા...જેના કારણે ઝાડ પર લટકી આત્મહત્યા કરી લીધી....કોન્ટ્રાક્ટરની આત્મહત્યાના કેસમાં ભાજપ ધારાસભ્ય રાજેશ ઝાલાએ આરોપ લગાવ્યો કે, ગુણવતા વાળું કામ કર્યું હોવા છતાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરને નાણાં નહોતા ચુકવતા...સાથે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ પર લગાવ્યો આરોપ કે અવાર નવાર ખોટી નોટીસ આપી કોન્ટ્રાકટરને હેરાન કરતા હતા અધિકારીઓ...મૃતક કનુભાઈ પાસેથી પણ સુસાઈડ નોટ મળી આવી..જેમાં કપડવંજના સબ ડિવિજન ડી.ઈ. કડિયા. એસ. ઓ.ગુપ્તા તેમજ શ્રી રામ બિલ્ડર્સ લુણાવાડાના વહીવટ દારોએ આત્મહત્યા કરવા મજબૂર કર્યા હોવાનો ઉલ્લેખ છે....કુલ 4 કરોડ 72 લાખથી વધુના બિલ બાકી હતા..તો, જેમના પર આરોપ લાગ્યા...તેવા નાયબ કાર્યપાલક ઇજનેર જીગર કડિયાએ આરોપો ફગાવ્યા..અને દાવો કર્યો કે, મૃતક કોન્ટ્રાક્ટર નહીં...પેટા કોન્ટ્રાક્ટર છે....