Hu to Bolish | હું તો બોલીશ | ચા કરતા કીટલી ગરમ
અધિકારીઓ અને નેતાઓની ચાપલૂસી કરનારા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્યા પ્રહારો...વાત એવી છે કે મુખ્યમંત્રીએ આજે આણંદના સારસા ગામમાં લોકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા....આ સમયે એક મહિલા અરજદારે મુખ્યમંત્રીને રજૂઆત કરી કે, કલેક્ટર કચેરીએ જઈએ તો ચા કરતા કીટલી વધારે ગરમ હોય છે....મુખ્યમંત્રીએ આ સાંભળતા જ અધિકારીઓને ટકોર કરી કે, 'કલેક્ટર કચેરીએ જવાના છીએ, ગરમ કિટલીઓ શાંત થઈ જવી જોઈએ...એટલું જ નહીં ખેડા પ્રાંત કચેરીમાં તેમણે સરપ્રાઈઝ ચેકિંગ પણ કર્યું....
મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અવાજ ઉઠાવ્યો...માંજલપુરથી ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલે દાવો કર્યો કે, વડોદરામાં જમીનો બિન ખેતી કરી 800 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું....વડોદરાના કલેક્ટરને પત્ર લખી તેમણે ત્રણ વર્ષમાં બિન ખેતી થયેલી જમીનો અંગે વિગતો માગી...એટલું જ નહીં યોગેશ પટેલે ચીમકી ઉચ્ચારી કે, જ્યાં સુધી કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે....ન માત્ર મહેસૂલી વિભાગ....પરંતુ એન્ટી કરપ્શન બ્યૂરો સામે પણ યોગેશ પટેલે ગંભીર આરોપ લગાવ્યા...યોગેશ પટેલ અનુસાર, ACBની પકડમાંથી મોટા ભ્રષ્ટાચારી છૂટી જાય છે અને નાના અધિકારી ફીટ કરી દેવાય છે...