Hu to Bolish | હું તો બોલીશ | ક્યારે બંધ થશે મોતના કૂવા?
Continues below advertisement
અમરેલીના સુરગપરા ગામની સીમમાં અંદાજે 12 વાગ્યાની આસપાસ....ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી આરોહી અમલિયા ખુલ્લા બોરમાં પડી....ભનુભાઈ કાકડિયા નામના ખેડૂતની આ વાડી છે.....જ્યાં બોરવેલ ખુલ્લી અવસ્થામાં હતો....અંદાજિત 500 ફૂટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન છે....અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.... તો ગાંઘીનગરથી પણ NDRFની એક ટીમ સુરગપરા ગામે જવા રવાના થઇ છે....પ્રશાસન મારફતે ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે....આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે....રોબોટ મારફતે જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા છે.....અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની પરંતુ કોઈ નક્કર કાર્યવાહી આ મુદ્દે નથી થતી...
Continues below advertisement