Hu to Bolish | હું તો બોલીશ | પાક વીમામાં પોલંપોલ

Continues below advertisement

વર્ષ 2017 અને 2018માં રાજ્યમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. અને ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. રાજ્ય સરકારે પાક વીમા યોજના હેઠળ વળતર આપવા માટે સર્વે કરાવ્યો હતો. જો કે, આજે હાઈકોર્ટે નોંધ્યું કે, સરકારે કરેલો સર્વે યોગ્ય નથી. વર્ષ 2017 અને 2018માં ભારે વરસાદ બાદ ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં વીમા કંપનીઓ ઠાગાઠૈયા કરતી. જેને લઈ વર્ષ 2019માં ખેડૂતોએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ખેડૂતોની રજૂઆત હતી કે, પાક નિષ્ફળ જાય ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વીમાના પૈસા મળતા નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પ્રીમિયમ ભર્યા બાદ પણ પાક નુકસાનીનું વળતર મળતું નથી. સર્વે ન થાય ત્યાં સુધી તેઓ અન્ય પાક પણ લઈ શકતા નથી. કેમ કે, જો અન્ય પાક લે તો પાક વીમો ન મળે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. આ વર્ષે જ માર્ચ મહિનામાં હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરાયો. રિપોર્ટમાં કહેવાયું હતું કે, 3 લાખ, 70 હજાર ખેડૂતોમાંથી 15 હજાર ખેડૂતોને હજુ સુધી પાક વીમાનું વળતર મળ્યું નથી.15 હજાર ખેડૂતોની વિગતો પણ કોર્ટ સમક્ષ મુકાઈ હતી. એવામાં આજની સુનાવણીમાં હાઈકોર્ટે નોંધ્યું કે, રાજ્ય સરકારે બનાવેલી કમિટીએ જે રિપોર્ટ રજૂ કર્યો. તે એક તરફી છે. ખેડૂતોને સુનાવણીની પૂરતી તક આપ્યા વિના જ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે.રાજ્ય સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 26 જુલાઈના થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram