Hu to Bolish | હું તો બોલીશ | જોખમ જીવનું
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી તુલસી શ્યામ સોસાયટીમાં અચાનક સ્કૂલવાનનો દરવાજો ખુલી જતા 2 વિદ્યાર્થીનીઓ પટકાઈ હતી. સ્કૂલવાનમાં સવાર બાળકો મકરપુરાની ન્યૂ એરા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ભણતા હતા. સ્કૂલવાનનું પાસિંગ પણ નહોતું. આ મુદ્દે સ્કૂલવાનના ડ્રાઈવર પ્રતીક પઢિયારની ધરપકડ કરાઈ હતી.
સુરતના ઓલપાડમાં પૂરપાટ જતી સ્કૂલ વાન પલટી મારી ગઈ...મૂળદ ગામ પાસે ટર્ન લીધા બાદ અચાનક સ્કૂલ વાન પલટી ગઈ..સ્કૂલવાનમાં વી કેર ઇન્ટરનેશનલ સ્કૂલના નવ બાળકો સવાર હતા. 6 બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા..જેમાંથી બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. 8 વર્ષીય આરાધ્યા નામની બાળકીની ICUમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી પોલીસે વાનચાલક બંટી શર્માની ધરપકડ કરી.
નડિયાદમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ. પાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં કેટલાક વિદ્યાર્થીઓ જોખમી રીતે શાળાએ જતા જોવા મળ્યા. વીડિયો વાયરલ થતા પ્રશાસન દોડતું થયું. ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા ચીફ ઓફિસરે વ્હીકલ ચાલકને નોકરીમાં છુટો કરી દીધો.
બનાસકાંઠાના લાખણીના દ્રશ્યો. પૂરપાટ ઝડપે રસ્તા પર દોડી રહેલી પીકએપ વાન. અને એ પણ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ભરીને. એમાં કેટલાક તો પાછળ સાવ લટકીને ઉભા છે. 35થી વધુ વિદ્યાર્થીઓને ભરીને જતા વાહનનો વીડિયો સોશલ મિડિયામાં વાયરલ થયો...વાલીઓ અને પ્રશાસન બંનેની બેદરકારી અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે. વિડીયો જોતા સવાલ થાય કે જો કોઈ દૂર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ?