Hu to Bolish | હું તો બોલીશ | આવી ગયો વરસાદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે...પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ...આગામી સાત દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ... તેમાં પણ આગામી ત્રણ દિવસ તો મૂશળધાર વરસાદ ખાબકશે...આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસશે ભારે વરસાદ...26 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, અને છોટાઉદેપુર જિલ્લો થશે જળબંબાકાર...હવામાન વિભાગના અનુસાર, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે...હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે...
કચ્છ જિલ્લામાં આજે પણ વરસ્યો વરસાદ...બપોર બાદ ભુજ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો...માધાપર, મિરઝાપર, સુખપર, દેશલપર, મુન્દ્રા, સાપેડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો...ક્યાંક ધીમીધારે...તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો..કચ્છના હાજીપીરમાં તો વાવાઝોડું આવ્યું હોય તેમ ભારે પવન સાથે વરસાદ વરસ્યો....ભારે પવનથી ઘરોના છાપરા ઉડી ગયા..
અમરેલીના જાફરાબાદ તાલુકામાં વરસ્યો વરસાદ... જાફરાબાદ તાલુકાના લોર... ફાચરિયા... હેમાળ... છેલણા... ટીંબી.. નાગેશ્રી સહિતના ગામોમાં વરસ્યો વરસાદ...તો લાઠી શહેર સહિત આસપાસના ગામોમાં પણ વરસ્યો વરસાદ... વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી ફેલાઈ...