Hu to Bolish | હું તો બોલીશ | પંચાયતોમાં કેમ નથી પૂરતા પ્રાણ?
સૌથી પહેલા વાત કરીશું પંચાયતમાં ક્યારે પૂરશો પ્રાણ.... આ સવાલ એટલે કે નિવૃત જસ્ટિસ ઝવેરી કમિશનનો રિપોર્ટ બાદ રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અનામતની સત્તાવાર જાહેરાત કરી... આ જાહેરાતને 10 મહિનાનો સમય વિતી ગયો છતાં હજુ સુધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું એલાન કરાયું નથી... પરિણામે સ્થિતિ એ થઈ છે કે અનેક સંસ્થાઓ વહીવટદારના ભરોસે ચાલે છે.... એક-બે નહીં પણ બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 6 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બાકી છે... જેના કારણે ગામ હોય કે તાલુકો વિકાસ રૂંધાઈ ગયો છે.... અગાઉ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10 ટકા OBC અનામત હતી... પણ અનામત વધારવાનો સવાલ એટલે ઉભો થયો કે જે ગુજરાતમાં OBCની વસ્તી 52 ટકા છે... એટલે જ અનામત વધારવાની માગ ઉઠી... હવે દિવાળી સુધી તો પાલિકા અને પંચાયતોની કોઈ ચૂંટણી થવાની શક્યતા નથી... કારણ કે ચોમાસાના કારણે 14 જૂનથી 25 સપ્ટેમ્બર સુધી ચૂંટણી યોજાઈ ન શકે... તો હજુ નિયમ બનાવવાના પણ બાકી છે.... જે નિયમો બન્યા બાદ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે....