Hun to Bolish | હું તો બોલીશ | ડૂબતું નગર, ઉંઘતી પાલિકા

Continues below advertisement

મહેસાણા શહેરનો મોઢેરા રોડ તો જાણે નદીમાં ફેરવાયો. સ્થિતિ વિકટ બની મોઢેરા રોડ પર આવેલી કાવેરી ઈન્ટરનેશનલ સ્કૂલની. વરસાદી પાણી શાળામાં ઘૂસ્યા.. શાળાનું પરિસર તો જાણે તળાવમાં ફેરવાયું. પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાલીઓ દોડી આવ્યા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને દીવાલ કૂદીને નીકળવું પડ્યું. શાળા પાસેનો મોઢેરા રોડ જળમગ્ન થતાં આખરે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી.. ફાયર બ્રિગેડના જવાનોએ બાળકોને રેસ્ક્યૂ કર્યા. જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ પણ દોડી આવી હતી. કેટલીક શાળાઓએ તો વિદ્યાર્થીઓ માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી. ટહુકો પાર્ટી પ્લોટ પાસેની ગ્રીનપાર્ક સોસાયટી. ખોડિયારનગર સહિતના વિસ્તાર પણ જળબંબાકાર થયા. BAPS સ્વામીનારાયણ મંદિર પાસેનો રોડ પાણીમાં ગરકાવ થયો. વાહનો બંધ પડી જતાં વાહનચાલકો હેરાન થયા... ઘર અને દુકાનોમાં ઘૂસ્યા પાણી ઘૂસ્યા. અહીં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. સ્થાનિકોના મતે, અહીં અડધા ઈંચમાં પાણી ભરાઈ જાય છે... ટ્રેક્ટર સિવાય અવરજવર થઈ શકતી નથી. સ્થાનિકોએ મહેસાણા નગરપાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram