Hun to Bolish | હું તો બોલીશ | ભાજપના નેતાએ કર્યો મોટો પર્દાફાશ

Continues below advertisement

ભાજપના નગરસેવક મનીષ પગાર દ્વારા સ્થાનિક પરિસ્થિતિની ગંભીર ટીકા કરી છે. વડોદરા શહેરના ભાજપના નગરસેવક મનીષ પગારે આજે સ્થાનિક વહીવટ અને પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં લોકોની સ્થિતિ એટલી કફોડી છે કે તેમની પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં પણ નથી. પગારે આગળ કહ્યું, "પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે વિસ્તારમાં જવું મુશ્કેલ બન્યું છે. લોકો ગુસ્સામાં છે અને ગાળો બોલે છે."


તેમણે ઉમેર્યું કે તેઓ પોતે પાણી પુરવઠાના ચેરમેન રહી ચૂક્યા છે અને જો બે દિવસ અગાઉ પાણી છોડવામાં આવ્યું હોત, તો આ પરિસ્થિતિ ટાળી શકાઈ હોત. પગારે પાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પાંચેય મુખ્ય સત્તાધીશોને નિષ્ફળ ગણાવ્યા.  તેમણે વિશ્વામિત્રી નદીના દબાણ અંગે પણ ચેતવણી આપી, કહ્યું કે જો આ દબાણો નહીં તોડવામાં આવે તો તેઓ વિરોધ કરશે અને જે પણ જરૂરી પગલાં લેવા પડશે તે લેશે. અંતમાં, પગારે નાના કોર્પોરેટરોની અવગણના અંગે પણ નિરાશા વ્યક્ત કરી, કહ્યું કે તેમની વાત સાંભળવા કોઈ તૈયાર નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram