Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?
હવે આદિવાસી સમાજના વિદ્યાર્થી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ નહીં મળે. ગુજરાત સરકારે 28મી ઓક્ટોબરે પરિપત્ર જાહેર કરીને આ સ્કોલરશીપ બંધ કરી છે. જેને લઈને આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ-તાલુકાઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. આદિવાસી સમાજમાં નારાજગી છે. આદિવાસી બાળકો પોસ્ટ મેટ્રીક બાદ પેમેન્ટ સીટ પર પ્રવેશ લીધો હોય તો સ્કોલરશીપ આપવી એવો 2010નો ચુકાદો છે. 2010થી પેમેન્ટ સીટ માટે 75 ટકા કેન્દ્ર સરકાર અને 25 ટકા રાજ્ય સરકાર ફી ભરતી હતી. ટેક્નિકલ કોર્સમાં આ વર્ષે આદિવાસી સમાજના એટલે કે ST કેટેગરીના 3 હજાર 700 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે...જેમને હવેથી સ્કોલરશીપ નહીં મળે. મેટ્રિક પછી નર્સિંગ, ફાર્મસી, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, MBA, MCA, ME અને એમ.ફાર્મસીથી લઈને અનેક પેરા મેડિકલ કોર્સમાં સ્કોલરશીપનો લાભ મળતો હતો. જો કે, સરકારના આ નિર્ણયના કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અસર થશે. અત્યારે કોલેજોની ફી 80 હજારથી લઈને 1 લાખ સુધીની છે. ત્યારે આદિવાસી આગેવાનોએ સવાલ ઉઠાવ્યો છે કે, સ્કોલરશીપ બંધ થતા આટલી ફી ગરીબ વિદ્યાર્થીઓ ક્યાંથી ભરી શકશે?.