Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?

Continues below advertisement

આ મહાશય છે ભૂપેન્દ્રસિંહ ઝાલા. જેણે રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ ફાઈનાન્શિયલ સર્વિસના નામે ઉત્તર ગુજરાતમાં ઓફિસો ખોલી. લોભામણી સ્કીમોના નામે તે રોકાણકારો પાસેથી પૈસા મેળવતો અને મહિને 3 ટકાથી લઈ વર્ષે 33 ટકા કરતાં વધુ વળતર આપવાની લાલચ આપતો. શિક્ષક, પોલીસકર્મી અને નિવૃત્ત સરકારી અધિકારીઓને ટાર્ગેટ કરતો. એટલું જ નહીં તેણે નતનવીન સ્કીમો પણ રાખી હતી. જો રોકાણકારો 5 લાખ રૂ.નું રોકાણ કરે તો 32 ઈંચનું ટીવી અથવા મોબાઈલ આપતો. જો 10 લાખ રૂ.નું રોકાણ કરે તો રોકાણકારને ગોવાનો પ્રવાસ કરાવતો. ફિક્સ FD, રોકાણ ઉપર 7% વ્યાજ લેખિતમાં અને મૌખિક 18% વ્યાજની જાહેરાત કરતો. આવી રીતે રોકાણકારોનો વિશ્વાસ જીતી કરોડો રૂ.નું રોકાણ કરાવી છેતરપિંડી આચરી. ગઈકાલે ગાંધીનગરથી CID ક્રાઈમની ટીમોએ સાબરકાંઠા, અરવલ્લી., મહેસાણા સહિતના જિલ્લામાં તેની ઓફિસો પર એકસાથે દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 175 કરોડ રૂપિયાના ટ્રાંજેક્શન મળી આવ્યા. તો 16 લાખ, 37 હજાર રૂપિયા રોકડ મળી છે.. માસ્ટરમાઈન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો હાલ કોઈ અત્તોપત્તો નથી. સૂત્રોના અનુસાર, ગઈકાલે તેનું લોકેશન મધ્યપ્રદેશ હતું. મતલબ કે, તે મધ્યપ્રદેશમાં છૂપાયો છે. CID ક્રાઈમને આશંકા છે કે, તે મધ્ય પ્રદેશથી અન્ય રાજ્યમાં ફરાર થઈ શકે છે. હાલ તો તેની સામે લુકઆઉટ નોટીસ જાહેર કરી છે. બીજી તરફ CID ક્રાઈમે અનંત દરજી નામના એક એજન્ટને પકડ્યો છે. એજન્ટને 5 થી 25 ટકા કમિશન અપાતું. CID ક્રાઈમના ADGP રાજકુમાર પાંડિયનના અનુસાર, હાલ તો કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા તે કહેવું મુશ્કેલ છે. જો કે, પ્રેસનોટ મુજબ છેતરપિંડીનો આંકડો 6 હજાર કરોડ સુધી પહોંચી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram