Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?

Continues below advertisement


અમરેલી લેટરકાંડને લઈને હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત ભાજપના નેતાઓને રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો કરવા માટે પડકાર ફેંક્યો છે. જેને લઈને પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત, વીરજી ઠુંમર સહિત કોંગ્રેસના નેતાઓ અમરેલીના રાજકમલ ચોક પહોંચ્યા. અહીં બેસી તેઓ ભાજપના નેતાઓની રાહ જોઈ રહ્યા છે ચર્ચા કરવા માટે. જો કે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. આવતીકાલથી કોંગ્રેસ નારી સ્વાભિમાન આંદોલન કરશે. 

તો બીજી તરફ પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપ કરાવવાનો ઈનકાર કરી દીધો છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાનો આરોપ કરતા તપાસ માટે SITની રચના કરાઈ છે. ગઈકાલે સાંજે SITની ટીમ પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા. અને ટીમને રોકી. ત્યારબાદ મોડે સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો. SITએ સતત પાયલ ગોટીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેડિકલ ચેકઅપ કરવાનો ઇન્કાર કરી દીધો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram