Hun To Bolish: હું તો બોલીશ: ભ્રષ્ટાચારના ભૂતનું મારણ શું?

Continues below advertisement

અમરેલીમાં રાજુલાના RFO અને કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર વિસ્મય રાજ્યગુરૂ 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ડિપોઝિટ પરત મેળવવા અને કોન્ટ્રાક્ટના કામોના કમિશન માટે દસ લાખની લાંચ માંગી હતી. જો કે ફારિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો. ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું. અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર વીસ્મય રાજ્યગુરુ બે લાખની લાંચ લેતા ઝડપાયો. તો બીજી તરફ વન વિભાગના સ્થાનિક અધિકારીથી લઈ ઉચ્ચ અધિકારીઓ સામે અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણે તપાસની માંગ કરી. અગાઉ 6 મહિના પહેલા ઝાંઝરડા વીડી વિસ્તારમાં એનિમલ કેર સેન્ટર બનાવી તેમાં ઉચ્ચ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હતો. આ અંગે પણ રવુભાઈ ખુમાણે વનમંત્રીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી હતી.

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના PSI 80 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. ફરીયાદીના પુત્ર વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો. ફરીયાદીના પુત્રને માર નહી મારવા, ગાળો નહી બોલવા અને રીમાન્ડ દરમિયાન હેરાન નહી કરવા એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરીયાદીએ રકઝક કરતા 80 હજાર આપવાનું નક્કી થયું. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો. ACBએ છટકું ગોઠવી વેજલપુર પોલીસ સ્ટેશનની સામે ભાગ્યોદય હોટલ આગળ જાહેરમાં લાંચની રકમ સ્વીકારતા PSIને ઝડપી પાડ્યો. ગુનો નોંધી કેસની આગળની કાર્યવાહી શરૂ કરી. 

તો આ તરફ AMCના મુખ્ય સફાઈ કામદાર ભરતકુમાર કટકીયા લાંચ લેતા ઝડપાયા. દિવાળી તહેવાર નિમિત્તે સફાઇ કામદારોને AMC તરફથી બોનસ મળતું હોય છે. પરંતુ ભરતકુમારે સફાઈ કામદારો પાસેથી દિવાળીના બોનસમાંથી ગેરકાયદેસર પૈસાની માંગણી કરી હતી. જેથી ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કર્યો. ACBના લાંચના છટકામાં ભરતકુમાર લાંચ લેતા ઝડપાયો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram